સહયોગ આપણો, જીવ બચાવે પશુઓનો

નમસ્કાર મિત્રો,

કેમ છો? મજામાં ને? સીધા મુદ્દા ઉપર આવીએ. અમારો એક કૂતરો હતો કે જેનું અકસ્માત થયું હતું(એક વાહનચાલક સાથે તેની અથડામણ થઈ હતી), તેની સારવાર અર્થે અમે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ નો સંપર્ક કર્યો. તેમને કૂતરા માટે રિક્ષા મોકલી આપી. પછી તેને દાખલ કરવામાં આવ્યો પણ અંતે 2 દિવસ ની સારવાર બાદ પણ તેનું દુઃખદ અવસાન થયું. આ બધામાં તેનો શું વાંક? શું તેને જીવન જીવવાનો અધિકાર નથી? વાત અહી ફકત મારા કૂતરાની જ નહી પણ સમગ્ર પશુઓની છે. રોજ કેટલાયે પશુઓ નો અકસ્માત થાય છે તેમને ઘણા રોગો થાય છે. અમદાવાદ માં જીવદયા ટ્રસ્ટમાં અમે ઘણા પશુ અને પંખીઓ નું સારવાર થતું જોયું. પરિણામે અમને આ ટ્રસ્ટ માં દાન કરવાનું મન થયું. જેના પરિણામે અમે આ વેબસાઇટ બનાવી છે. ૧૦૦ રૂપિયાથી વધારાનું દાન કરવા પર તે વ્યક્તિનું નામ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. દાન ઓનલાઇન કે ઓફલાઈન કરી શકાશે. ધન્યવાદ

જો તમને સીધું જ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ માં દાન કરવું હોય તો પણ તમે કરી શકો છો. અમને સાધન થી ફેર પડતો નથી, સાધ્ય સફળ થવું જોઈએ. જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ ની વિગતો નીચે મુજબ છે

By:

Posted in:


Design a site like this with WordPress.com
Get started